Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

આમિર ખાન તાહિર હુસૈન : બહુમુખી પ્રતિભાનો માલિક

ગાંધીજી એક એવા વ્યકિત છે જે મને પ્રેરણા આપે છે

આમિર  ખાનનો  જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫ના રોજ થયો હતો.  એક  ભારતીય  ફિલ્મ અભિનેતા,  દિગ્દર્શક  અને નિર્માતા  છે.  તેમણે  સંખ્યાબંધ વિવેચનાત્મક  અને  વ્યાપારીક રીતે  સફળ  ફિલ્મોમાં  કામ  કર્યું છે  અને  પોતાની  જાતને  હિન્દી સિનેમાના  એક  આગળ  પડતા અભિનેતા  તરીકે  સ્થાપિત  કરી છે.  

તેઓ   આમિર   ખાન પ્રોડક્શન્સના  સ્થાપક  અને માલિક પણ  છે  અને  ૭૪માં એકેડેમી  પુરસ્કાર  ખાતે  શ્રેષ્ઠ વિદેશી  ભાષાની  ફિલ્મ  તરીકે નામાંકન પ્રાપ્ત થયું હતું. વધુમાં, વિવિધ  આંતરરાષ્ટ્રીય  ફિલ્મ ફેસ્ટીવલ્સમાં  વિવેચનાત્મક પ્રશંસા  પ્રાપ્ત  કરી  હતી,  તેમજ અસંખ્ય ભારતીય પુરસ્કાર પ્રાપ્ત કરવાની  સાથે  રાષ્ટ્રીય  ફિલ્મ પુરસ્કારો  પણ  પ્રાપ્ત  કર્યા  હતા. ખાને પોતે તેમનો બીજો ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર જીત્યો હતો.

રાકેશ  ઓમપ્રકાશ  મેહરાની પુરસ્કાર  જીતેલી  ફિલ્મ  રંગ  દે બસંતી,  ખાનની  ૨૦૦૬ની સૌપ્રથમ  રજૂઆત  હતી.  તેમની ભૂમિકાને  વિવેચનાત્મક  રીતે વખાણવામાં  આવી  હતી,  જેણે તેમને  શ્રેષ્ઠ  અભિનય  બદલ ફિલ્મફેર  ક્રિટીક્સ પુરસ્કાર જીતાડી આપ્યો હતો અને વિવિધ શ્રેષ્ઠ અભિનેતા માટેના નામાંકન પ્રાપ્ત થયા હતા. તેની પસંદગી  ઓસ્કરમાં  ભારતના સત્તાવાર પ્રવેશ તરીકે થઇ હતી.

ફિલ્મને  નોમિનીની  ટૂંકી  યાદીમાં સ્થાન  આપવામાં  ન  આવ્યું  હોવા છતાં, તેણે બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકે ઇંગ્લેંડમાં બાફ્ટા પુરસ્કારોમાં નામાંકન પ્રાપ્ત કર્યું હતું. ૨૦૦૭ની  તેમની  ફિલ્મ, તારે  ઝમીન  પરનું  નિર્માણ  પણ તેમના  દ્વારા  કરવામાં  આવ્યું  હતું અને તેમણે દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું  હતું. જે  ડિસ્લેક્સિક  (શબ્દો જોઈને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો  એક  વિકાર)  ધરાવતા બાળકના  મિત્ર  બની  જઇ  તેની મદદ  કરે  છે.  આમીર  ખાન  પહેલીવાર ટીવીના  પડદે  ૬  મે  ૨૦૧૨ના રોજ  આવ્યો. 

સામાજિક  ઘટનાને આધારિત  એક  વાર્તાલાપ  કાર્યક્રમ *સત્ય મેવ જયતે*થી શરૂઆત કરી અને આ કાર્યક્રમ ખૂબજ લોકપ્રિય થયો હતો. કાર્યક્રમનું પ્રસારણ સ્ટાર પ્લસ પર કરવામાં આવ્યું હતું. તેમના  રોલ  મોડેલ  વિશે પૂછતા  તેમણે  જણાવ્યું  હતું  કે, *ગાંધીજી  એક  એવા  વ્યક્તિ  છે, જે મને પ્રેરણા આપે છે !.

પૂરૃં નામ : આમીર ખાન તાહિર હુસૈન

જન્મ : ૧૪ માર્ચ ૧૯૬પ મુંબઈ

રાષ્ટ્રીયતા : ભારતીય

કાર્યક્ષેત્ર : ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, ચલચિત્ર

નિર્માતા, પટકથાલેખક, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા

પુરસ્કાર : પદ્મભૂષણ, પદ્મશ્રી.

(2:47 pm IST)