Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સામાજિક કાર્યો માટે પ્રિયંકા ચોપડાને મળ્યો મધર ટેરેસા એવૉર્ડ

મુંબઈ:અભિનેત્રી પ્રિયંકા ચોપરાને એના સામાજિક કાર્યોની કદર રૃપે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડની નવાજેશ કરવામાં આવી હતી. હાલ પ્રિયંકા અમેરિકામાં છે અને પોતાની સુપરહિટ સિરિયલ ક્વોન્ટિકોની ત્રીજી સીઝનના કામમાં બીઝી છે. એ યુનિસેફની ગૂડવીલ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. વિસ્થાપિતો અને શરણાર્થિયોના પુનર્વસવાટ માટે એણે કરેલા કાર્યની કદર રૃપે એને મધર ટેરેસા એવોર્ડની નવાજેશ કરવામાં આવી હોવાનું એક જાહેર નિવેદનમાં જણાવાયું હતું.

થોડા સમય અગાઉ પ્રિયંકાએ સિરિયાની મુલાકાત લીધી હતી અને ત્યાં શરણાર્થિઓ સાથે વાતચીત કરી હતી. ખાસ કરીને શરણાર્થી બાળકોના પુનર્વસવાટ માટે એણે અન્ય એનજીઓ સાથે મળીને પ્રયાસો કર્યા હતા. એ પ્રયાસોને બિરદાવતાં એને આ એવોર્ડ એનાયત કરાયો હતો. હાર્મની ફાઉન્ડેશને આ એવોર્ડ લેવા એને નોતરી હતી પરંતુ પ્રિયંકા પોતાની સિરિયલના બીઝી હોવાથી એવોર્ડ લેવા જઇ શકી નહોતી. એની માતા મધુ ચોપરાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. 

(5:38 pm IST)