Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ટાઇગર ઝિન્દા હૈ પોલિટિકલ ન હોવાનો દાવો

એક ભારતીય અને એક પાકિસ્તાની જાસૂસની સ્ટોરી ધરાવતી ફિલ્મ 'ટાઇગર ઝિન્દા હૈ' કોઇ રાજકીય સ્ટોરી નથી, પણ માનવતાને લગતી છે. આ સંદર્ભમાં ફિલ્મના ડિરેકટર અલી અબ્બાસ ઝફરનું માનવું છે કે સેન્સિટિવ વિષયો પર આજના માહોલમાં ફિલ્મો બનાવવી એ બેધારી તલવાર પર ચાલવા જેવું છે. આ ફિલ્મ એક માનવતાવાદી મુદા પર છે. એમાં સાચા અને ખોટા વચ્ચે લડાઇની વાત છે. જોકે માનવતા કરતાં બીજું કોઇ મહાન નથી.

(3:35 pm IST)