Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અફેરની વાતો પર હસવું આવે છે કિયારા અને સુરજને

બોલીવૂડમાં હીરો-હીરોઇન વચ્ચે લિંકઅપ અને બ્રેકઅપની વાતો રોજબરોજ બહાર આવતી રહે છે. હવે કિયારા અડવાણી અને સૂરજ પંચોલી વચ્ચે અફેર ચાલી રહ્યાની વાતો વહેતી થઇ છે. આ બંને એક બીજા સાથે ડેટ કરી રહ્યાની વાતો સતત ઘણા દિવસથી થઇ રહી છે. જો કે અંતે કિયારાએ આ બાબતે ચુપકીદી તોડીને કહ્યું હતું કે હું સુરજ સાથે કોઇ ડેટ કરી રહી નથી. આ બધી વાતો ખોટી રીતે ઉભી કરી દેવામાં આવી છે. જો કે આવી અફવાઓ આ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય ગણાય છે. કિયારા કહે છે હું અને સુરજ આવી વાતો વાંચીને હસીએ છીએ. અમે એક બીજાને પુછીએ છીએ કે આ બધુ શું થઇ રહ્યું છે? અમે બસ એક બીજા સાથે લંચ લેવા અને કામની વાત કરવા સાથે મળ્યા હતાં ત્યાં તો લિંકઅપની વાતો વહેતી થઇ ગઇ છે.

(9:35 am IST)