Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

દીપીકા-રણવીરના લગ્ન સ્થળ ''લેક કોમો'' વિશે જાણવા જેવુઃ કાલે લગ્નવિધિ

 બોલીવૂડના ચાર્મીંગ કપલ એવા દીપીકા અને રણવીર કાલે ઇટલીમાં લગ્ન ગ્રંથીથી જોડાશે. ત્યારે ઇટાલીમાં આવેલ તેમના લગ્ન સ્થળ લેક કોમો સૌદર્યથી ભરપુર હોવાની સાથો સાથ ડેસ્ટીનેશન વેડીંગ માટે પણ એટલુ જ પ્રખ્યાત છે. હાલમાં જ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અને આનંદ પીરામીલની સગાઇ પણ અહિં જ યોજાઇ હતી. ૧૪૬ સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલ આ લેક ઇટાલીનું ત્રીજુ સૌથી મોટુ તળાવ છે. લેક કોમો ૧૩૦૦ ફુટ ઉંડુ છે. જે આલપ્સ પર્વતમાળાની તળેટીમાં આવેલુ છે. લેક કોમોની ઓફિશ્યલ વેબસાઇટ મુજબ અત્યાર સુધીમાં અહિંયા ૨૫૬ જેટલા વિશ્વના વીઆઇપી લોકો લગ્ન કરી ચુકયા જેમાં હોલીવુડ  એકટર ટોમ કુઝ પણ સામેલ છે. અહિયા ૧૫ વેડીંગ પ્લાનર અને પર વિલા પ્રસંગને યાદગાર બનાવે છે. લેક કોમોમાં લગ્ન કરવા વર્ષમાં ગમે ત્યારે આયોજન થઇ શકે છે. રોમન કાળથી જ લેક કોમો રજા ગાળવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહિના વીલાઓમાં સહેલાણીઓ રોકાય છે. અહિનું સ્થાપત્ય  ગોથીક શૈલીમાં બનેલુ છે.  અહિંના રંગબેરંગી મકાનો પ્રાકૃતિક સૌદર્યમાં વધારો કરે છે. કોમો લેક ઇટાલીના મીલાન શહેરથી ૮૫ કિ.મી. દુર છે. મીલાનથી  ટ્રેન અને બસ દ્વારા અહિં પહોંચી શકાય છે.

(2:49 pm IST)