Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

નવાજુદ્દિન પાસેથી ઘણું શીખવા મળે છેઃ અથિયા શેટ્ટી

સુનિલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટી હાલમાં નવાજુદ્દિન સિદ્દીકી સાથે 'મોતીચૂર ચકનાચૂર' નામની ફિલ્મ કરી રહી છે. અથિયા કહે છે હું નવાજુદ્દિન જે રીતે અભિનય કરે છે તેને ખુબ ગંભીરતાથી નિહાળુ છું. તેની પાસેથી શીખવા જેવું ઘણું બધુ છે. નવાજુદ્દિન અને અથિયા વિચીત્ર કોમેડી ફિલ્મમાં પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. અથિયા કહે છે આ બહુમુખી અભિનેતા સાથે કામ કરવાની તક મળતાં હું ખુશ છું. શુટીંગ વખતે હું નવાજસર તથા ફિલ્મના બધા જ કલાકારો પાસેથી હું ઘણુ બધુ શીખી રહી છું. નવાજસર અવિશ્વસનીય છે. હીરો અને મુબારકા ફિલ્મ પછી અથિયાની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ મહિલા નિર્દેશક દેબમિત્રા હાસન બનાવી રહ્યા છે. ફિલ્મનું શુટીંગ હાલ ભોપાલમાં ચાલી રહ્યું છે.

(10:36 am IST)