Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

આભાર વ્યકત કરી રહી છે સારા અલી ખાન

અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથ ફિલ્મથી ગયા વર્ષે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. સારા પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે કે તેને કારકિર્દીની શરૂઆતમાં જ  ઇન્ડસ્ટ્રીના મોટા લોકો સાથે કામ કરવાની તક મળી રહી છે. હવે પછી તે લવ આજકલ-૨માં કાર્તિક આર્યન સાથે અને કૂલી નંબર-૧માં વરૂણ ધવન સાથે કામ કરી રહી છે. તેણે રણવીરસિંહ સાથે સિમ્બા પણ કરી છે. સારાએ કહ્યું હતું કે ઇમ્તિયાઝ અલી અને ડેવિડ ધવને પોતાની ફિલ્મો માટે મારી પસંદગી કરી એ માટે હું તેમની આભારી છું. મને નથી લાગતું કે હું મારી રીતે હજુ નિર્ણય લઇ શકું. મને ફિલ્મોની ઓફરો મળતી રહે છે અને હું અલગ-અલગ પાત્રો પસંદ કરી ફિલ્મ સ્વીકારી રહી છું. કોમર્શિયલ ફિલ્મોના નાચ-ગાન અને અભિનય મને પસંદ છે. આ કારણે જ મેં સિમ્બા, કૂલી નંબર-૧ અને કેદારનાથ તથા લવ આજકલ-૨ જેવી ફિલ્મો પસંદ કરી છે.

(10:04 am IST)