Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આ શોમાં જજ તરીકે નજરે પડશે મલાઈકા અરોરા

મુંબઈ: અભિનેત્રી મલાઈકા અરોરા ને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્ન ઍવૉર્ડમાં બૉલીવુડ ડાન્સ સ્પર્ધા માટે જજ તરીકે આમન્ત્રિત કરવામાં આવી છે. વર્ષે આઇએફએફએમમાં ટેલ્સ્ટ્રા ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવા માટે સોંટ્રેલિયાથી ડાન્સ પ્રેમીઓ મોટી સંખ્યમાં જોવા મળશે. શોની જજ બનવાને લઈને મલાઈકા અરોરા ઉત્સાહિત છે.

વિશે મલાઈકાએ કહ્યું કે ડાન્સ મારા જીવનનો એક ભાગ છે. અને મને મારા શોખ પર ગર્વ છે.બીજા વ્યક્તિઓમાં પણ આવા પ્રેમ અને ઝનૂનને શોધવાની તક મને મળી છે જે મારા જેવા ડાન્સ પ્રેમી માટે ખરેખર બહુ મહત્વની વાત છે. મહોત્સવ 10 ઓગસ્ટથી શરૂ થઈ અને 22 ઓગસ્ટ સુધી ચાલશે.

(4:59 pm IST)