Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

'સાહો'માં 'બાહુબલી'થી પણ ખતરનાક સ્ટન્ટ કરતો દેખાશે પ્રભાસ!

દર્શકોમાં વધી 'સાહો' માટેની આતુરતા

મુંબઇ તા. ૧૩ : ફિલ્મ 'બાહુબલી'ની સફળતા બાદ દર્શક પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, એવું લાગી રહ્યું છે કે, ફિલ્મની રિલીઝ અંગે એકટરને વધારે કોઈ ઉતાવળ નથી. પ્રભાસે જયારે 'સાહો' સાઈન કરી હતી ત્યારથી તે જાણતો હતો કે આને પૂરી થવામાં ઘણો સમય લાગશે.

 

'સાહો' સપ્ટેમ્બર ૨૦૧૭માં ફલોર પર ગઈ હતી જે આ વર્ષના અંત સુધીમાં પૂરી થશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, 'પહેલા ટીમે અબુધાબીમાં શૂટ કર્યું જયાં કાર્સ, ટ્રકસ, બાઈકસ અને હેલિકોપ્ટર્સ સાથે ઘણા એકશન સિકવન્સ ફિલ્માવવામાં આવ્યા. હવે પ્રભાસ અને શ્રદ્ઘાની સાથે એક મોટું ત્રીજું શેડ્યૂલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. છેલ્લા તબક્કા માટે ટીમ અનોખું લોકેશન શોધી રહી હતી અને તેની આ શોધ રોમાનિયામાં પૂરી થઈ છે.'

સૂત્રો અનુસાર, 'ફિલ્મમાં પ્રભાસના સ્ટન્ટ બાહુબલી ફ્રેન્ચાઈઝથી પણ વધુ ખતરનાક હશે. આશા રાખવામાં આવી રહી છે કે, રોમાનિયાવાળું શેડ્યૂલ એક મહિનામાં પૂરું થઈ જશે અને નવા વર્ષના સેલિબ્રેશન માટે ફિલ્મ તૈયાર થઈ જશે.'

 'સાહો'ટોલિવૂડની સૌથી મોટી ફિલ્મો પૈકીની એક બની ગઈ છે. સુજીત નિર્દેશિત આ ફિલ્મમાં શ્રદ્ઘા કપૂરનો મહત્વનો રોલ હશે. આ ઉપરાંત ફિલ્મમાં જેકી શ્રોફ, મંદિરા બેદી પણ ખાસ રોલમાં જોવા મળશે. (૨૧.૫)

 

(10:30 am IST)