Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વિડીયો સોંગમાં સાથે દેખાયા પુનિશ અને બંદગી

બિગ બોસ-૧૧માં ભાગ લઇ ચુકેલા પુનિશ અને બંદગી એક બીજાના પ્રેમમાં હોવાનું સોૈ જાણે છે. હવે આ બંને એક વિડીયો સોંગમાં રોમાન્સ કરતાં જોવા મળ્યા છે. આ ગીતને મીટ બ્રોઝ ખુશ્બૂ ગરેવાલે ગાયુ છે. ગીતના શબ્દો 'લવ મી...' છે. જેમાં બંદગી ડાન્સ કરતી જોવા મળે છે. તેમાં દેખાડાયું છે કે કઇ રીતે બંનેની મુલાકાત એક બારમાં થાય છે અને કઇ રીતે પ્રેમ થઇ જાય છે. ગીત ખુબ આકર્ષક છે. બંદગીનો ડાન્સ ઉપરાંત અભિનય પણ સારો છે. પુનિશે બંદગીને અભિનયમાં સાથ આપ્યો છે. બિગ બોસ વખતે એવું લાગતું હતું કે આ બંનેના રિલેશન લાંબો સમય ચાલશે નહિ. પણ હજુ આ બંને સાથે છે. લવ મી ગીતમાં બંનેને સાથે જોઇ ચાહકો ખુશ થઇ રહ્યા છે.

(9:15 am IST)