Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

બોલીવુડમાં વધુ એક ઝટકો : અભિનેત્રી દિવ્યા ચોક્સેનું નિધન

દિવ્યાએ પોતાનાં છેલ્લાં ટ્વિટમાં લોકો પાસે હેલ્પ માંગી હતી.

મુંબઇઃ બોલીવુડમાં વધુ એક ઝટકો લાગ્યો છે, મોડલ અને અભિનેત્રી દિવ્યા ચોક્સેનું નિધન થયું છે દિવ્યા કેન્સરથી પીડિત હતી.

દિવ્યાની માનીતી બહેન સૌમ્યાએ પોતાનાં ફેસબુક એકાઉન્ટ પર લખ્યું હતું કે, “મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે મારી પિતરાઇ બહેન દિવ્યા ચોક્સેનું કેન્સરને કારણ નિધન થઇ ગયું છે. લંડનથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો. તે એક ખૂબ જ સારી મોડલ પણ હતી. તેઓએ અનેક સારી ફિલ્મો અને સીરિયલમાં પણ કામ કર્યું છે. આજે તે અમને છોડીને ચાલી ગઇ છે. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.”

દિવ્યાની દોસ્ત નિહારિકા રાયજાદાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “દિવ્યા ચોક્સીનાં નિધનનાં સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તે એક જીવંત અને ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતી હતી. અમે તેને મિસ કરીશું.

દિવ્યાએ પોતાનાં છેલ્લાં ટ્વિટમાં લોકો પાસે હેલ્પ માંગી હતી. દિવ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની બીમારીની હિંટ આપી હતી. તેઓએ અંતિમ ટ્વિટ 7 મેનાં રોજ પોસ્ટ કરી હતી. દિવ્યાએ જણાવ્યું હતું કે, “શું કોઇ misseltow થેરાપીને વિશે જાણે છે. મારે મદદની જરૂરિુયાત છે.”

(6:18 pm IST)