Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ફિલ્મ 'સુપર 30' પર એક વર્ષ પૂર્ણ થતા અભિનેત્રી મૃણાલ ઠાકુરએ શેયર કરી યાદો

મુંબઈ:  ફિલ્મ 'સુપર 30' ના રિલીઝ થયાને એક વર્ષ થઈ ગયું છે. આ પ્રસંગે અભિનેત્રી મૃણાલ ઠાકુરે ફિલ્મના શૂટિંગના દિવસો યાદ કર્યા. અભિનેત્રીએ ફિલ્મની કેટલીક તસવીરો શેર કરી હતી.તેણે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "વિશ્વાસ કરી શકતા નથી કે એક વર્ષ થઈ ગયું. એક મહાન જર્ની હતી. સુપર 30 ની ટીમને વિશેષ બનાવવા બદલ આભાર."વિકાસ બહલ દિગ્દર્શિત ફિલ્મ 'સુપર 30' માં આનંદ કુમારને બિહારના આઈઆઈટી અને એન્જિનિયરિંગના બાળકોને કોચિંગ આપવાની વાર્તા રજૂ કરવામાં આવી છે. રિતિક રોશન આનંદ કુમારની ભૂમિકા ભજવ્યો હતો. મૃણાલ આગામી ફિલ્મ 'તુફાન' માં ફરહાન અખ્તર અને 'જર્સી'માં શાહિદ કપૂર સાથે જોવા મળશે.

(4:56 pm IST)