Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

આમિર ખાનની પુત્રી ઇરા ખાને સ્વીકાર્યું રિલેશનશિપમાં હોવાની વાત....

મુંબઇ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની પહેલા લગ્નથી થયેલી પુત્રી ઇરા ખાને સંગીતકાર મિશાલ કૃપાલાણી સાથે પોતે અફેરમાં હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો.છેલ્લા થોડા સમયથી બંનેની કેટલીક ઇન્ટિમેટ તસવીરો સોશ્યલ મિડિયા પર ફરતી થઇ હતી. ખુદ આમિર ખાને તસવીરો જોઇ હતી અને કૉફી વીથ કરણમાં મહેમાન તરીકે આવેલા આમિર ખાને કહ્યું હતું કે મારાં બાળકો ફિલ્મ ઉદ્યોગમાં જોડાવા થનગની રહ્યાં છે. જુનૈદને અભિનેતા બનવું છે અને ઇરાને ફિલ્મ સર્જનમાં રસ છે...ઇરા અને મિશાલ બંને એેકબીજાની સાથેની તસવીરો સોશ્યલ મિડિયા પર શૅર કરતા રહે છે. ઇરાએ સોશ્યલ મિડિયા પર મૂકેલી એક વિડિયો ક્લીપમાં મિશાલ ગીત ગાતો સંભળાયો હતોઇરાના બર્થ ડે પર મિસાલે એક પોસ્ટ મૂકી હતી જેમાં ઇરાને બર્થ ડે વીશ કરતાં લખેલું કે તમે ખૂબ સાદાં છો.માત્ર  બર્થ ડે પોસ્ટથી ખુશ ઝઇ જાઓ છો...આમિર ખાનના અફેર વિશેના પ્રતિભાવ જાણી શકાયાં નહોતાં... 

(4:43 pm IST)