Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ 'સાહો'નું ટિઝર રિલીઝ

પ્રભાસની ગજબની એકિટંગ, સ્ટંટ અને એકશનૅં બાહુબલીનો પણ રેકોર્ડ તોડી શકે

મુંબઈ તા.૧૩:  સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ઘા કપૂરની અપકમિંગ ફિલ્મ 'સાહો' નું ટીઝર રીલીઝ થયુ છે, જે એકશન અને થ્રીલર પર આધારિત છે. ફિલ્મના ટીઝરમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ઘા કપૂરનો લૂક શાનદાર છે. તેની સાથે એકટીંગ, એકશન અને સ્ટંટ પણ ગજબના છે. પ્રભાસની એકિટંગ, સ્ટંટ અને એકશન જોતાં લાગે છે કે, આ ફિલ્મ બાહુબલીનો પણ રેકોર્ડ તોડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ સાહો૧૫ ઓગસ્ટના રીલીઝ થશે. આ ફિલ્મ હિન્દી સિવાય તામિલ અને તેલુગુ ભાષામાં પણ રીલીઝ કરવામાં આવશે. નીલ નીતિન મુકેશ, અરૂણ વિજય અને જૈકી શ્રોફ જેવા સ્ટાર્સ પણ છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, વી. વામ્શી કૃષ્ણા રેડ્ડી અને પ્રમોદ ઉપ્પલપતિ પ્રોડ્યુસ કરી રહ્યા છે. જયારે તેનું ડાયરેકશન સુજીત દ્વ્રારા કરવામાં આવ્યું છે.

(4:46 pm IST)
  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ access_time 4:28 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST