News of Wednesday, 13th June 2018

રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજુ વિશે ભારે ચર્ચા વચ્‍ચે મંજુની સ્‍ટોરી સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે

નવીદિલ્હીઃ રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજુ' છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલ કરી રહ્યો છે અને આ ફિલ્મ માટે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે. આ ફિલ્મના બે ગીત રિલીઝ થયા છે અને એને પણ દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો્ છે. સંજુને મળી રહેલી આ સફળતાને પગલેપગલે 'મંજુ'નો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. 

'મંજુ'ના આ વીડિયોને 1 દિવસ પહેલાં જ યુ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે અને એ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આની વાર્તા 'સંજુ'ને મળતી આવે છે પણ એ કામવાળી બાઈ 'મંજુ'ની વાર્તા છે જેણે પોતાની શેઠાણીઓનું જીવન મુશ્કેલ કરી દીધું છે. આ વીડિયો જબરદસ્ત કોમેડી છે અને એ જોયા પછી પેટ પકડીને હસી પડશો. આ વીડિયોમાં જોકે કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે 'સંજુ'નું ડિરેક્શન રાજકુમાર હિરાણીએ કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય દિયા મિર્ઝા, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વિક્કી કૌશલ, કરિશ્મા તન્ના અને મનીષા કોઇરાલા જેવા સ્ટાર લીડ રોલમાં છે. આ ફિલ્મ 20 જુનના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્તની કરિયરની શરૂઆતથી માંડીને અત્યાર સુધીની વાર્તાને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર એકદમ સંજય દત્ત જેવો લાગે છે અને ચાહકો આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. 

(7:28 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST