Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

શુક્રવારે ઇદના દિવસે રીલીઝ થનાર સલમાન ખાનની રેસ-૩ ફિલ્મના ગીત માટે સલમાન ખાને ભારે મહેનત કરવી પડી

મુંબઇઃ શુક્રવારે ઇદના દિવસે સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ રીલીઝ થશે. આ ફિલ્મના એક ગીત માટે સલમાન ખાને ખુબ જ મહેનત કરવી પડી હતી.

સલમાન ખાન, અનિલ કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ,બોબી દેઓલ અને શાકિબ સલીમ સ્ટાર 'રેસ-3'નાં મોસ્ટ ફેમસ સોન્ગ 'અલ્લાહ દુહાઇ હૈ..'નો મેકિંગ વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે સલમાન ખાનને આ ડાન્સ સમયે કેટલી મહેનત લાગી છે. મેકિંગ વીડિયોમાં ફિલ્મ ડિરેક્ટર અને મ્યૂઝિક ડિરેક્ટર રેમો ડિસોઝા જ ડાન્સ કોરિયોગ્રાફ કરતો નજર આવી રહ્યો છે.

તેઓ આ સોન્ગને રૂફટોપ પાર્ટી નંબર કહે છે. જેમાં તમામ સ્ટાર્સ એક છત નીચે સોન્ગની રીધમ પર નાચતા નજર આવી રહ્યાં છે. જોઇ લો સૌનાં ફેવરેઇટ ભાઇજાનને આ સોન્ગમાં ડાન્સ કરતાં સમયે કેટલી મહેનત કરવી પડી છે તે આ મેકિંગ વીડિયોમાં.

વેલ આપને જણાવી દઇએ કે ફિલ્મ આ 15 જૂનનાં રોજ શુક્રવારે એટલે કે ઇદનાં દિવસે રિલીઝ થઇ રહી છે.

(7:22 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST