Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

"ઝાંસી કી રાની" ફેમ કૃતિકા સેંગરે આપ્યો પુત્રીને જન્મ : નિકિતિન ધીર લગ્નના 8 વર્ષ પછીબન્યો પિતા

મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કૃતિકા સેંગર માતા બની ગઈ છે. સામે આવી રહેલી માહિતી મુજબ કૃતિકા સેંગરે એક પુત્રીને જન્મ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે જ કૃતિકા સેંગર અને નિકિતિન ધીરના ઘરે ખુશીએ દસ્તક આપી છે. કસમ તેરે પ્યાર કી અભિનેત્રીએ હજુ સુધી સોશિયલ મીડિયા પર તેની પુત્રીના જન્મને લગતી કોઈ માહિતી આપી નથી, પરંતુ તેના ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સારા સમાચાર શેર કર્યા છે.

(6:35 pm IST)