Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

લાલ સિંહ ચઢ્ઢાનું બીજું ગીત 'મૈં કી કરા' રિલીઝ: ગીતના શબ્દો દિલને સ્પર્શી જશે

મુંબઈ: લાલ સિંહ ચડ્ઢાનું પહેલું ગીત 'કહાની' લૉન્ચ કર્યા પછી, આમિર ખાને આજે પ્રેક્ષકો અને સંગીત પ્રેમીઓ માટે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મનો બીજો ટ્રૅક રિલીઝ કર્યો. આ ગીતના બોલ મૈં કી કરણ છે. આમિરની ફિલ્મના આ બીજા ગીતને દરેકના ફેવરિટ સિંગર સોનુ નિગમે તેના સુરીલા અવાજથી સજાવ્યું છે. ગીતના બોલ અમિતાભ ભટ્ટાચાર્યના છે. મૈં કી કરા ને મ્યુઝિક મેસ્ટ્રો પ્રિતમે કમ્પોઝ કર્યું છે અને એવું કહેવું ખોટું નહીં હોય કે ગીતની સુંદરતા ગીતની સાદગીમાં રહેલી છે.

 

(6:34 pm IST)