Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પવન કલ્યાણની આગામી મલ્ટી સ્ટારર ફિલ્મનું નિર્દેશન કરશે સમુતિરકાણી

મુંબઈ: તાજેતરમાં રિલીઝ થયેલી 'સરકારુ વારી પાતા'માં મુખ્ય પાત્રોમાંથી એકની ભૂમિકા ભજવનાર સમુતિરકાનીએ તેના આગામી પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો છે. સમુતિરકાનીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે તે ટૂંક સમયમાં પવન કલ્યાણનું નિર્દેશન કરશે.સમુતિરકાનીએ ઉમેર્યું હતું કે ચાહકોને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે. હું પોતે પવન કલ્યાણનો પ્રશંસક છું, તેથી પ્રશંસકોના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પવન કલ્યાણનું નિર્દેશન કરીશ.મળતી માહિતી મુજબ પવન કલ્યાણ તમિલ ફિલ્મ વિનોધ્યા સીથમની રિમેકમાં કામ કરશે.તેલુગુ રિમેકનું નિર્દેશન અભિનેતા સમુતિરકાની કરશે, જેમણે તમિલ સંસ્કરણનું પણ નિર્દેશન કર્યું હતું. પવન કલ્યાણ અને તેનો ભત્રીજો સાઈ ધરમ તેજ આ બહુપ્રતિક્ષિત રિમેકમાં સાથે જોવા મળશે.

 

(6:34 pm IST)