Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

હોરર ફિલ્‍મો બનાવનાર ડાયરેક્‍ટરને ચડયુ રોમાન્‍સનું ભુતઃ અભિનેત્રીને જોઇને ડાયરેક્‍ટર હરખાયા, વીડિયો થયો વાયરલ

60 વર્ષીય ભુતિયા ફિલ્‍મોના ડાયરેક્‍ટર રામ ગોપાલ વર્મા હસીના સાથે કોઝી અંદાજમાં કેમેરામાં કેદ થયાઃ લોકોએ આ જોડીને ‘બ્‍યુટી એન્‍ડ બીસ્‍ટ' નામ આપ્‍યુ

મુંબઇઃ પોતાની હોરર ફિલ્‍મોથી લોકોને બિવડાવવા માટે પ્રખ્‍યાત રામ ગોપાલ વર્મા 60 વર્ષની વયે એક હસીના સાથે રોમાન્‍સ કરતા કેમેરામાં કેદ થયા હતા. જેનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્‍યારે રામ ગોપાલ વર્મા સાથે દેખાતી અભિનેત્રી બીજી કોઇ નહીં પરંતુ રામ ગોપાલ વર્માની આગામી ફિલ્‍મ ‘ખતરાઃ ડેન્‍જર્સ'ની હિરોઇન અપ્‍સરા છે. આ સિવાય બંનેનું હોટ ફોટોશુટ પણ છે, જે જોયા બાદ લોકોએ આ જોડીને  ‘બ્‍યુટી એન્‍ડ બિસ્‍ટ' ટાઇટલ આપ્‍યુ છે.

રામ ગોપાલ વર્માના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં 60 વર્ષની ઉંમરના રામ ગોપાલ એક હસીના સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા પોતાની ફિલ્મોની સાથે સાથે બોલ્ડ કન્ટેન્ટ અને લાઈફસ્ટાઈફને લઈને પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. રામ ગોપાલ વર્માની કેટલીક લેટેસ્ટ તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સામે આવેલી આ તસ્વીરો અને વીડિયોમાં ફિલ્મ મેકર એક હસીના સાથે કોઝી અંદાજમાં દેખાઈ રહ્યા છે. રામ ગોપાલની સાથે દેખાતી આ એક્ટ્રેસ વિશે આજે સૌ કોઈ જાણવા માગે છે.

અપ્સરા સાથે રામ ગોપાલ વર્માની તસ્વીરો-

તસ્વીરોમાં રામ ગોપાલ વર્માની સાથે નજરે પડતી આ એક્ટ્રેસ અપ્સરા છે. અપ્સરા રામ ગોપાલની ફિલ્મ ‘ખતરાઃ ડેન્જર્સ’માં નજરે પડશે. આ ફિલ્મમાં એક્ટ્રેસે એકથી એક બોલ્ડ સીન આપ્યા છે. આ ફિલ્મ બાદ અપ્સરાની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે, રામ ગોપાલ વર્માની ઉંમર 60 વર્ષ છે.

પાર્ટીથી લઈને હોટ ફોટોશૂટ-

રામ ગોપાલ વર્મા અને અપ્સરા બંનેનું ઈન્સ્ટાગ્રામ એકથી એક ચઢિયાતી કોઝી અને શાનદાર તસ્વીરોથી ભરેલુ છે. તસ્વીરોમાં રામ ગોપાલ વર્મા ક્યારેક અપ્સરા સાથે પાર્ટી કરતા તો ક્યારેક તેને ફૂલોનો બૂકે આપતા જોવા મળે છે. આ સિવાય બંનેનું હોટ ફોટોશૂટ પણ છે. આ તસ્વીરો અને વીડિયો જોયા બાદ બંનેના ફેન્સે કમેન્ટ સેક્શનમાં આ જોડીને ‘બ્યુટી એન્ડ બીસ્ટ’ ટાઈટલ આપવામાં આવ્યું.

રામ ગોપાલ વર્માની ફિલ્મ-

ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા વિવિધ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. RGVની એક અલગ જ ફેન ફોલોઈંગ છે અને તેમની ફિલ્મોની રાહ પણ જોવાઈ રહી છે. ભારતમાં પહેલીવાર લેસ્બિયન લવ સ્ટોરી પર બનેલી રામ ગોપાલ વર્માની મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ ‘ખતરાઃ ડેન્જર્સ’ 8 એપ્રિલ 2022નાં રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે નૈના ગાંગુલી અને અપ્સરા રામ ગોપાલ વર્માની આ ફિલ્મનો હિસ્સો છે અને બંને ખૂબ જ ક્લોઝ પણ છે.

(5:52 pm IST)