Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મર્ડર મિસ્ટ્રીમાં અનુરાધા બની આવી રહી છે તમન્ના

અભિનેત્રી તમન્ના ભાટીયા તમિલ, તેલુગુ, હિન્દી અને મરાઠી મળી સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કરી ચાહકોમાં નામના મેળવી ચુકી છે. બોલીવૂડમાં તેણે વર્ષ ૨૦૦૫માં ફિલ્મ ચાંદ સા રોશન ચહેરાથી શરૂઆત કર્યા પછી સાઉથનો રસ્તો પકડ્યો હતો. ત્યાં તે ખુબ મોટી સ્ટાર તરીકે સ્થાપિત છે. વચ્ચે વચ્ચે તે હિન્દી ફિલ્મો પણ કરતી રહી છે. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહી છે. 'નવેમ્બર સ્ટોરી' નામની વેબ સિરીઝમાં તમન્ના હેકરનું પાત્ર ભજવી રહી છે. ડિઝની હોટસ્ટાર વીઆઇપીની આ સિરીઝ આગામી ૨૦મી મેના રોજ રિલીઝ થઇ રહી છે. જે હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં છે. મર્ડર મિસ્ટ્રીનું નિર્દેશન રામ સુબ્રમણીયમે કર્યુ છે. અનુરાધાના પાત્રમાં તમન્ના જોવા મળવાની છે. તે કહે છે અનુરાધા યુવાન, સ્વતંત્ર અને નીડર તથા ઇન્ટેલિજન્ટ મહિલા છે. પોતાના પિતાને હત્યાના આરોપથી બચાવવા તે આરોપ પોતાના માથે લઇ લે છે. કહાનીમાં તે પોતે જ હીરો છે. અદ્દભુત કહાની લોકોને છેક સુધી જકડી રાખશે.

(10:16 am IST)