Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

25 વર્ષ પછી ફરી એકવાર મરાઠી ફિલ્મોમાં જોવા મળશે મહાનાયક અમિતાભ બચ્ચન

મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 25 વર્ષ પછી ફરી એકવાર મરાઠી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળશે। અંદાજે 25 વર્ષ પહેલા અમિતભ બચ્ચન તેમના મેકઅપ મેન દિક્પ સાવંતની નિર્મિત ફિલ્મ અક્કામાં એક મહેમાન કલાકર તરીકે નજરે પડ્યા હતા. હવે સમાચાર મળ્યા છે કે તે ફરી એકવાર મહેમાન કલાકાર તરીકે જ મરાઠી ફિલ્મમાં જોવા મળવાના છે. મિલિન્દ લેલેની મરાઠી ફિલ્મ એબી આની સિદી(એબી અને સિડી) ફિલ્મમાં તે અભિનેતા વિક્રમ ગોખલે સાથે નજરે પડશે આ પહેલા અમિતાભ વિક્રમ સાથે ફિલ્મ ખુદા ગવાહ અને અગ્નિપથ જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમિતાભ આ ફિલ્મમાં વિક્રમના મિત્રના રોલમાં નજરે પડશે। જે સ્કૂલમાં સાથે અભ્યાસ  કરતા હતા.વિક્રમ આ ફિલ્મમાં ચંદ્રકાન્ત દેશપાંડેના રોલ કરશે જેને બધા સીડી નામ થી બોલાવે છે.

(5:54 pm IST)