Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સની‌ લિયોને મહેશ ભટ્ટની ફિલ્મ માટે ૧૦ લાખ ડોલરની માંગણી કરતા મહેશ ભટ્ટના હોંશ ઉડી ગયા હતા

નવી દિલ્હી : સની લિયોને મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ સાથએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એક સમયની પોર્ન સ્ટાર સની લિયોની બોલીવુડમાં આટલા ટૂંકાગાળામાં પોતાનું સ્થાન બનાવી લેશે એવી કોઇને કલ્પના પણ ન હતી. આજે સની લિયોન પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. સનીનું બોલીવુડમાં ડેબ્યુ ઘણું મજેદાર છે. મહેશ ભટ્ટ ઘણા સમય પહેલા જ સની સાથે કામ કરવા ઇચ્છતા હતા અને એમણે પોતાની ફિલ્મ કલીયુગ સનીને ઓફર પણ કરી હતી. જોકે સનીએ એ વખતે જે માંગણી કરી હતી એ સાંભળી મહેશ ભટ્ટના હોશ ઉડી ગયા હતા. સનીએ એ વખતે મહેશ ભટ્ટ પાસે 10 લાખ ડોલર માંગ્યા હતા અને આ રકમ સાંભળી મહેશ ભટ્ટે સની સાથે ફિલ્મ બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો. જોકે બાદમાં સનીએ ફિલ્મ જિસ્મ-2 માટે મહેશ ભટ્ટ સાથે કર્યું અને બોલીવુડમાં એના રસ્તા ખુલ્લા થયા. બાદમાં અન્ય પ્રોજેક્ટસ માટે સની પાસે ડાયરેકટરોની લાઇન લાગવા લાગી.

સની લિયોનનો જન્મ 13 મે 1981 કેનેડામાં ઓંટોરિયામાં એક શિખ પરિવારમાં થયો હતો. એનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે. વર્ષ 1996માં સનીએ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં એન્ટ્રી લીધી હતી. બાળપણમાં સનીને હોકી રમવાનો શોખ હતો અને તે છોકરાઓ સાથે હોકી પણ રમતી હતી. તેણીને આઇસ સ્કેટિંગ પણ ઘણું પસંદ છે.

મોડલિંગ, બેકરી અને છેવટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી

સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યા એ પહેલા તેણીએ એક બેકરી અને એકાઉન્ટીંગ ફર્મમાં પણ કામ કરી ચૂકી છે. સનીને મોડલિંગ કરવાની પણ સલાહ એના એક ક્લાસમેટે આપી હતી. એક ફોટોગ્રાફર સાથે મુલાકાત થયા બાદ તેણીને એક પેંટહાઉસ મેગેજીન માટે પોઝ પણ આપ્યો હતો. બાદમાં એની પાસે અન્ય પ્રોજ્કટસ પણ આવવા લાગ્યા હતા. સનીને મેગેજીન માટે ન્યૂડ પોઝ આપવામાં સ્કોપ દેખાઇ રહ્યા હતા. પૈસા અને દેશ વિદેશમાં ફરવાની તક હતી. છેવટે તેણીએ આ દિશામાં વિચાર્યું અને વર્ષ 2003માં સનીએ વિવિડ એન્ટરટેઇન્મેન્ટ સાથે ત્રણ વર્ષનો કરાર કરી હાર્ડકોર પોર્નોગ્રાફીની દુનિયામાં કદમ રાખ્યા. સનીની પહેલી ફિલ્મનું નામ પણ સની જ હતી. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખતાં જ તેણીએ એલાન કર્યું હતું કે તે લેસ્બિયન સીન જ કરશે.

બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી

ફિલ્મ મેકર મહેશ ભટ્ટે રિયાલિટી ટીવી શો બિગ બોસમાં સનીને પોતાની ફિલ્મની વાર્તા સંભળાવી. જે સનીને ઘણી પસંદ આવી. બાદમાં તેણીએ જિસ્મ-2 ફિલ્મમાં લીડ રોલ કર્યો. સનીએ વર્ષ 2014માં બનેલી ફિલ્મ હેટ લવ સ્ટોરીમાં આઇટમ સોંગ ગુલાબી હોઠમાં પણ કામ કર્યું. જિસ્મ-2 બાદ સનીએ જેકપોટ, રાગિની એમએમએસ 2, એક પહેલી લીલા, કુછ કુછ લોચા હૈ અને મસ્તીજાદે જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી. આ ઉપરાંત શૂટ આઉટ એટ વડાલા, હેટ સ્ટોર 2, બલવિંદર ફેમસ હો ગયા અને સિંહ ઇઝ બ્લિંગ જેવી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું. સની લિયોને અંદાજે 35 એડલ્ટ ફિલ્મો બતૌર અભિનેત્રી અને 25 ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તે કહેતી કે તેણીને એવોર્ડ મેળવવાની કોઇ ખેવના નથી, તે માત્ર પોતાના ફેન્સને પ્રેમ કરે છે.

(5:38 pm IST)