Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

દિશાની તસ્વીરોને મળી ૧ મિલીયનથી વધુ લાઇકસ

મુંબઇઃ ટાઇગર શ્રોફની બાગી-૨ સુપરહિટ નિવડી છે. તેનો ફાયદો અભિનેત્રી દિશા પટાનીને પણ થયો છે. દિશાએ તાજેતરમાં કેટલીક તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેને ૧ મિલીયનથી વધુ લોકોએ લાઇક કરી ચુકયા છે. દિશા અવાર-નવાર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.  એક તસ્વીરમાં દિશા પોતાના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની જેમ સ્ટંટબાજી કરતી જોવા મળી છે તો અન્ય તસ્વીરમાં તે તેના એબ્સ દેખાડતી જોવા મળી છે. એકસરસાઇઝ કરતી તસ્વીર પણ તેણે પોસ્ટ કરી હતી.

(12:51 pm IST)