Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સૈફ અલી ખાન નેગેટીવ રોલમાં જોવા મળશે

સૈફ અલી ખાન લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ શેફ આવી હતી. પણ એ કયારે આવીને જતી રહી તે પણ ખબર ન પડી. રેસ ફ્રેન્ચાઇઝીમાં સૈફને દર્શકોએ પસંદ કર્યો હતો. પણ હવે તેની ખુરશી સલમાન ખાને લઇ લીધી છે. સૈફની ફિલ્મ 'બાજાર' લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ તારીખ નક્કી થઇ નથી. પહેલા ૨૭ એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી થયેલું. બાદમાં મે અથવા જુન મહિનામાં રિલીઝ કરવાનું   નક્કી થયું હતું. જો સૈફની ફિલ્મ જુનમાં રિલીઝ થશે તો સલમાનની રેસ-૩ સાથે ટક્કર થશે. જો કે સરવાળે નુકસાન તો સૈફને જ થઇ શકે તેમ છે. સલમાનની રેસ-૩ ઇદ વખતે આવશે એ પહેલેથી જ નક્કી થશે. સૈફ અલી ખાન નેગેટીવ રોલમાં જોવા મળશે.

(10:04 am IST)