Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

અર્જુનને મળી વધુ એક ફિલ્મ

અર્જુન કપૂર હમેંશા મજેદાર રોલ નિભાવવા માટે જાણીતો છે. તેની છેલ્લી ફિલ્મ મુબારકા હતી. જેમાં તે ડબલ રોલમાં હતો. તેની આગામી ફિલ્મોમાં 'સંદિપ ઓૈર પિન્કી ફરાર', 'નમસ્તે લંડન' ચર્ચામાં છે. આ બંને રોમાન્ટીક ડ્રામા છે. અર્જુન પાસે અન્ય પ્રોજેકટ પણ છે. જેમાં એક ફિલ્મમાં તે રો-એજન્ટ બનવાનો છે. આવો રોલ તેને પહેલી વખત મળ્યો છે. આ ફિલ્મનું નામ 'મોસ્ટ વોન્ટેડ' છે. સંદિપ ઓૈર પિન્કી ફરારનું શુટીંગ અર્જુને પુરૂ કરી લીધુ છે. હવે નવી ફિલ્મનું કામ ઝડપથી હાથમાં લેશે. મોસ્ટ વોન્ટેડનું નિર્દેશન રાજકુમાર ગુપ્તા કરશે. ૨૦૧૯માં આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ એક અસલી રો-એજન્ટના જીવન પરથી બનાવાશે. તેને એક સિક્રેટ મિશન માટે પાકિસ્તાન મોકલાયો હતો. ત્યાં પકડાઇ ગયા પછી જેલમાં બંધ કરાયેલ. ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઇ રહી છે. શુટીંગ નેપાળ અને દિલ્હીમાં થશે.  અર્જુન પાસે પાનીપત અને તેલુગુ ફિલ્મની એક રિમેકનું કામ પણ છે. 

(10:06 am IST)