Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

એક્‍શનને અલગ લેવલ પર લઇ જશે અક્ષય-ટાઇગર

બોલીવૂડના એક્‍શન સ્‍ટારમાં અક્ષય કુમાર પહેલેથી જ સામેલ છે. નવી પેઢીમાં ટાઇગર શ્રોફનું નામ પણ આગળ પડતું છે. અક્ષય અને ટાઇગર બંને એક સાથે ચાહકોને બડે મિયા છોટે મિયામાં જોવા મળવાના છે. આ ફિલ્‍મનું શુટીંગ સ્‍કોટલેન્‍ડમાં પણ થયું છે. નિર્માતા જેકી ભગનાનીએ હાલમાં જ ઇન્‍સ્‍ટાગ્રામ પર એક બિહાઇન્‍ડ ધ સીનનો ફોટો મુક્‍યો હતો. અક્ષય અને ટાઇગર આ ફિલ્‍મમાં જબરદસ્‍ત એક્‍શન કરતા જોવા મળશે. આ બંને એક્‍શનને અલગ જ લેવલ પર લઇ જવા તૈયાર છે. બંનેને હવે એક હિટની પણ ખુબ  જરૂર છે. અક્ષય કુમારની સતત પાંચ ફિલ્‍મો બોક્‍સ ઓફિસ પર સફળ રહી નથી.  ફિલ્‍મ પર આ બંનેને અને ચાહકોને પણ ખુબ આશા છે. ફલ્‍મને ખુબ મોટા સ્‍કેલ પર બનાવવામાં આવી રહી છે. વાસુ ભગનાની અને અલી અબ્‍બાસ ઝફર નિર્માતા છે અને અલી નિર્દેશન પણ કરી રહ્યો છે.

(10:57 am IST)