Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન બીગ બોસ ફેમ અલીના કઝિન અર્સલાન ગોની સાથે ડેટ કરે છે !

સુઝેન ખાન અને અર્સલાન વચ્ચે ફ્રેન્ડશીપ કરતા પણ ગાઢ સંબંધ: તેમની મુલાકાત ટીવી જગતના એક કોમન ફ્રેન્ડ થકી થયેલી : અર્સલાને એકતા કપુરની વેબ સીરિઝ ‘મૈં હીરો બોલ રહા હું’ સાઇન કરી

મુંબઈ :રિતિક રોશનની એકસ વાઇફ સુઝેન ખાન બીગ બોસ ફેમ અલી ગોનીના પિતરાઇ સાથે ડેટ કરી રહી છે. બોલીવૂડની મોસ્ટ સેલિબ્રેટેડ રિતિક-સુઝેનની જોડી 14 વર્ષ સુધી દામ્પત્ય જીવન ગુજાર્યા બાદ 7 વર્ષ પહેલાં છુટી પડી  હતી. ત્યાર બાદ પણ બંને વચ્ચે સારી મિત્રતા હતી. હવે લાગે છે કે સુઝેન પોતાની જિંદગીમાં આગળ વધી રહી છે. તે બીગ બોસ 14ના કન્ટેસ્ટન્ટ અલી ગોનીના પિતરાઇ અર્સલાન ગોની સાથે ડેટ કરતી જોવા મળે છે.

  સુઝેન ખાન અને અર્સલાન વચ્ચે ફ્રેન્ડશીપ કરતા પણ ગાઢ સંબંધ હોવાનું મનાઇ રહ્યું છે. રિપોર્ટ મુબજ બંને એક બીજાને 6 મહિનાથી ડેટ કરી રહ્યા છે. તેમની મુલાકાતા ટીવી જગતના એક કોમન ફ્રેન્ડ થકી હોવાનું કહેવાઇ રહ્યું છે.

સુઝેન અને અર્સલાન ઘણી વખતે તેમના ટીવી ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે હેંગઆઉટ કરતા જોવા મળે છે. જો કે આ  અંગે હજુ સુધી બંને તરફથી કોઇ રિએક્શન આવ્યું નથી. તેમના ડડેટની વાત ફેલાયા બાદ પણ તેમણે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

 

નોંધનીય છે કે અગમ્ય કારણસર રિતિક રોશન અને સુઝેન ખાને 2014માં છૂટાછેડા લઇ લીધા. 14 વર્ષ સુધી બોલીવૂડના આદર્શ કપલ તરીકે રહેલા રિતિક સુઝેનના દામ્પત્ય જીવનમાં તિરાડ પડતા તેમના પ્રસંશકોને નિરાસા સાંપડી હતી. કારણ કે નાનપણથી દોસ્ત રહેલા રિતિક અને સુઝેને લગ્ન કર્યા હતા. તેમના બે સંતાનો પણ છે.

છુટા પડ્યા બાદ છેલ્લા 7 વર્ષોથી તેઓ અવાર નવાર સંતાનો સાથે વેકેશન ગાળતા પણ જોવા મળ્યા હતા. તેથી એવી અપેક્ષા હતી કે બંને પાછી એક થઇ જશે.

હવે સુઝેન અને અર્સલાન વચ્ચે વધી રહેલી દોસ્તીને જોતા રિતિક-સુજેનના પુનઃ મિલનની આશા ધુંધળી થઇ ગઇ છે. નોંધનીય છે કે અર્સલાન ગોની પણ એક્ટર છે. ઇંસ્ટાગ્રામ પર તેનું એકાઉન્ટ જોતા લાગે છે કે તેને એકતા કપુર સહિત ઘણી હસ્તીઓ સાથે સારી એવું બાઉન્ડિંગ છે. અર્સલાનની એકતા કપુર, સુઝેન ખાન, કરિશ્મા તન્ના સહિતના કલાકારો સાથે તસવીરો જોવા મળે છે.

અર્સલાને તાજેતરમાં એકતા કપુરના બાલાજી પ્રોડક્શનની વેબ સીરિઝ ‘મૈં હીરો બોલ રહા હું’ સાઇ કરી છે. તેમાં તે નેગેટિવ રોલમાં દેખાશે. અગાઉ 2017માં રિચા ચઢ્ઢા અને કલ્કિ કોચલિન સાથે જિયા ઔર જિયામાં પણ દેખાયો હતો.

(7:27 pm IST)