Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

‘‘મેરે ડેડ કી દૂલ્‍હન'' ના સેટ પર મોટી દુર્ઘટના ઘટીઃ એકટ્રેસ શ્વેતા તિવારીનો હાથ દાઝી ગયો

એકટ્રેસ શ્વેતા તિવારી આજકાલ સિરીયલ મેરે ડેડ કી દુલ્‍હન માં નજરે આવી રહી છે. આમાં તે ગુનીત સિકકાનું પાત્ર નિભાવી રહી છે. બેહતરીન એકટીંગ કરી દર્શકોના દિલ પર રાજ કરનારી એકટ્રેસ શ્વેતાની સાથે સેટ પર એક ખૂબજ મોટી દુર્ઘટના ઘટી. એકટર ફહમાનખાન અને શ્વેતા તિવારી કરીના કપુર, શાહિદ કપુરની ફિલ્‍મ જબ વી મેટ નો એક સીન રિક્રિએટ કરી રહ્યા હતા. આમાં શ્વેતાને પોતાનો સ્‍કાર્ફ અને સાડી સળગાવવાની હતી પણ એનો હાથ દાઝી ગયો. આ વાતની જાણકારી ખુદ એકટર ફહમાન ખાનએ આપી.

ફહમાન ખાનએ બતાવ્‍યું કે તે સિરીયલમાં રણદીપનુ પાત્ર નિભાવી રહ્યા છે આવામાં સ્‍ક્રિપ્‍ટ મુજબ એમણે ગુનિત યાની શ્વેતાને ડેટ પર થયેલ વાકયનો સારો ગુસ્‍સો કાઢવા માટે કહ્યું જેમાં એમણે સાડી અને સ્‍કાર્ફ સળગાવવાની સલાહ આપી. ગુનીતએ સાડી અને સ્‍કાર્ફને આગ લગાડી તરત જ પાસેના એક પડદામાં આગ લાગી અને બુઝાવવાના ચકકરમા  શ્વેતાનો હાથ દાઝી ગયો અને તે ઘાયલ થઇ ગઇ.

(9:56 pm IST)