Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

પાકિસ્‍તાનની સુપર સ્‍ટાર માહિરા ખાનનું ગીત સોશ્યલ મીડિયામાં છવાયુઃ દુઆ-એ-રીમ ગીતના પ્રારંભે હિન્દુસ્તાનનું નામ લેવાયુ

મુંબઇ : પાકિસ્તાની સુપરસ્ટાર માહિરા ખાન નું એક ગીત હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, આ ગીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટીને બહુ જ સાદગીથી સમજાવવામાં આવી છે, 8 માર્ચના રોજ રિલીઝ થયેલું આ પાકિસ્તાની ગીત ભારતીયોને પણ બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણ છે કે ભારતીયો પણ આ ગીતને શેર કરવાથી રોકી શક્યા નથી. ફેસબુકથી લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સુધી આ ગીતની ધૂમ મચી છે.

દુઆ-એ-રીમ નામનું આ ગીત માહિરા ખાન પર ફિલ્માવાયું છે. લેખક શોએબ મન્સૂરે આ ગીતને 1902માં આઈ અલ્લામા ઈકબાલની ચર્ચિત કવિતા લબ પે આતી હૈ દુઆ...ને પોતાના અંદાજમાં લખી છે, અને એક ગીતના રૂપમાં દર્શકોની સામે લઈને આવ્યા છે. જેને હવે લોકો પસંદ કરી રહ્યાં છે. હકીકતમાં, આ ગીતમા દુલ્હન માટે માંગવામાં આવતી દુઆઓને બે પેઢીઓમાં અલગ અલગ રીતે એન્ગલથી બતાવવામાં આવી છે.

ગીતમાં એક તરફ જ્યાં કેટલીક મહિલાઓ પર પતિ દ્વારા આપવામાં આવતી યાતનોએ અને લિંગ ભેદભાવને ચૂપચાપ સહન કરવાની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ, માહિરા ખાન આ ગીતમાં પિતૃસત્તાત્મક પ્રથા પર જબરદસ્ત પ્રહાર કરતી દેખાય છે. અંદાજે 7 મિનીટ 44 સેકન્ડમાં જેન્ડર ઈક્વાલિટીના આ ગીતના માધ્યમથી સરળતાથી સમજાવવામાં આવી છે. જેથી ભારતીયોને પણ આ ગીત પસંદ આવી રહ્યું છે.

(4:51 pm IST)