Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ગુજરાતની જેઠીપુરા ગ્રામ પંચાયતે સ્વચ્છતા ક્ષેત્રે ડંકો વગાડયોઃ એવોર્ડ અપાશે

નિર્દોષ હાસ્ય-વિવિધ પ્રાંતો-ધર્મના લોકોની ભાતૃભાવના દર્શાવતી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા સામાજીક અભિયાનમાં લોકોને જોડવાનો પ્રયોગ સફળ : નરેન્દ્રભાઇ મોદી દ્વારા આશીતભાઇ મોદીની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત થયેલી પસંદગી સાર્થક ઠરી

રાજકોટ, તા., ૧૩: છેલ્લા ઘણા વર્ષોથી સબ ટીવી પર પ્રસારીત થતી અને નિર્દોષ હાસ્યની છોડો ઉડાડતી નિલા ફિલ્મ પ્રોડકશન  પ્રા.લી. અને આશીતભાઇ મોદી દ્વારા નિર્મિત  સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલ જ્ઞાન સાથે ગમ્મત પીરસવાના કાર્યની સાથોસાથ હાસ્યના પડીકામાં વીટેલો ઉપદેશ પીરસવાનું કાર્ય ખુબ સારી રીતે કરી રહયુ઼ છે. ગોકુલધામમાં વિવિધ પ્રાંતના અને વિવિધ ધર્મના લોકો ભાઇચારાથી રહી એકબીજાના તહેવારો સાથે મળી ઉજવે છે તેના દ્વારા મીની ભારતના દર્શન કરાવવા સાથે હવે આ સિરીયલ દ્વારા સામાજીક પ્રશ્નો પરત્વે લોકો સાથે સીધો સંવાદ કરવા સાથે પડકારરૂપ પ્રશ્નોમાં લોકોને રસ લેતા કરવાના કાર્યમાં વધુ એક સિધ્ધી હાંસલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂ થયેલી ઝુ઼બેશમાં  જે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને જોડવામાં આવ્યા છે તેમાં આ સિરીયલના નિર્માતા આશીતભાઇ મોદી અને તેમની ટીમની પસંદગી થઇ છે.  પોતાની પસંદગી સાર્થક કરવા દેશ વ્યાપી સ્વચ્છતા અભિયાન સિરીયલ મારફત શરૂ કરી સ્વચ્છતાના ક્ષેત્રે પ્રેરણારૂપ કાર્ય કરતી સંસ્થાઓ અને સંગઠનોને અપાતા એવોર્ડમાં  ગુજરાતની સાબરકાંઠા વિસ્તારની જેઠીપુરા  ગ્રામ પંચાયતની પસંદગી કરી તેને સ્વચ્છતા સેનાની એવોર્ડ આપવામાં આવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા શરૂ થયેલી સ્પર્ધા 'માય કલીન ઇન્ડીયા'  સ્પર્ધામાં જેઠીપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાના ક્ષેત્રે સ્થાનીક નગર પાલીકા જેવું જ સુંદર કાર્ય કર્યુ છે. સમગ્ર ગામ પણ અભિયાનમાં રસપુર્વક જોડાઇ અને સ્વચ્છતા અભિયાન આરંભ્યુ છે. સ્વચ્છતાની સાથોસાથ તાજેતરના ચેપી રોગચાળાને ધ્યાને લઇ હાઇજેનીક ટેવોનું લોકોમાં સંચાર થાય હાથ-પગ સારી રીતે ધોવા, છીંકો આવે ત્યારે રૂમાલ આડા રાખવા અને જરૂર જણાયે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો તે બધી બાબતોનો પ્રચાર-પ્રસાર જેઠીપુરા ગ્રામ પંચાયત દ્વારા થયાનું જણાવાયું છે.

(12:02 pm IST)