Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ઇરફાન-કરીનાની ફિલ્મ 'અંગ્રેજી મિડિયમ' રિલીઝ

પિતા-પુત્રીની કહાનીઃ રાધિકા મદાન ઇરફાનની દિકરીના રોલમાં

આજથી નિર્માતા દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે તથા નિર્દેશક હોમી અડજાનીયાની ફિલ્મ 'અંગ્રેજી મિડિયમ' આજથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત સચિન-જીગર અને તનિષ્ક બાગચીનું છે. ઇરફાન ખાન, કરીના કપૂર, રાધિકા મદાન, દિપક ડોબરીયાલ, ડિમ્પલ કાપડીયા, રણવીર શોૈરી, પંકજ ત્રિપાઠી અને કીકૂ શારદા, ઝાકીર હુશેન, મેઘના મલિક, મનિષ ગાંધી, મન્જોય હૈદર, જેન થોમ્પસન, માયરા દાંડેકર સહિતની મુખ્ય ભુમિકા છે. કેટરીના કૈફ, અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, ક્રિતી સેનન અને કિયારા અવાણી કુડી નુ નચને દે...સોંંગમાં જોવા મળશે. ૧૪૫ મિનીટની આ ફિલ્મનું લેખન ભાવેશ માંડલિયા, ગોૈરવ શુકલા, વિનય છાવલ અને સારા બોડીનારે કર્યુ છે.

ફિલ્મની કહાની જોઇએ તો રાજસ્થાનમાં રહેતો ચંપક બંસલ (ઇરફાન ખાન) પોતાની દિકરી તારીકા (રાધિકા મદાન)ને ખુબ ચાહે છે. તારીકાનું ભણતર પુરૂ થવામાં છે. હવે તેનું સપનુ છે કે તે લંડન જઇને વધુ ભણતર મેળવે. તારીકા પોતાના પિતાને આ વાત કરે છે. ચંપકને જ્યારે ખબર પડે છે કે લંડનમાં ભણતરની ફી કરોડોમાં છે ત્યારે તેના હોંશ ઉડી જાય છે. ચંપક આ વાત તારીકાને કરે છે અને એ કારણે તારીકા દુઃખી થઇ જાય છે. તારીકાનું દુઃખ ચંપક જોઇ શકતો નથી. તે પોતાની દિકરીનું સપનુ પુરૂ કરવા નિર્ણય કરે છે. આ ફિલ્મમાં પિતા-પુત્રી વચ્ચેના બિનશરતી પ્રેમની કહાની છે. આ ફિલ્મ અહેસાસ કરાવે છે કે કયારેક લોકો એ જવાબો શોધવા ખુબ દુર સુધી જતાં રહે છે જે જવાબો તેની અંદર જ છુપાયેલા હોય છે. અગાઉ ૨૦૧૭માં હિન્દી મિડીયમ નામની ફિલ્મ આવી હતી. તેની આ સિકવલ હોવાનું કહેવાય છે.

 

(10:16 am IST)