Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

સોનારિકા ભદોરીયા ફરી બોલ્ડ લૂકમાં

સોનારિકા ભદોરીયા ટીવી સિરીયલ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીજીના રોલથી જાણીતી બની હતી. ટીવી પરદે આ અભિનેત્રી ભલે સાદી સીધી દેખાતી હોય પરંતુ અસલી જિંદગીમાં તે બોલ્ડ અને બિન્દાસ્ત તથા સ્ટાઇલીશ લૂક માટે જાણીતી છે. તે પરદાથી દૂર રહીને સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહીને ચર્ચામાં રહેતા શીખી ગઇ છે. વારંવાર તે બોલ્ડ તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. સોનારિકાએ ટીવી પરદે અભિનયની શરૂઆત 'તુમ દેના સાથ મેરા' થકી કરી હતી. એ પછી દેવો કે દેવ મહાદેવમાં જોવા મળી હતી. દાસ્તાન-એ-મહોબ્બતઃ સલિમ અનારકલીમાં પણ તેણે અભિનય કરીને ચાહકોમાં સ્થાન મેળવ્યું હતું. ઇશ્ક મેં મરજાંવા શોમાં તે નેત્રા શર્માના રોલમાં હતી. આ ઉપરાંત તે તેલુગુ ફિલ્મ જાદોગુગા અને હિન્દી ફિલ્મ સાંસે તથા તમિલ ફિલ્મ ઇન્દ્રજીતમાં પણ કામ કરી ચુકી છે. હાલમાં લાંબા સમયથી તે ટીવી અને ફિલ્મોના પરદાથી દુર છે. પણ સોશિયલ મિડીયા થકી ચાહકોના સંપર્કમાં છે.

(10:16 am IST)