Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

૮૦ના દસકની સુપરહિટ ફિલ્મની રિમેક બનશે

બોલીવૂડમાં હીરો તરીકે ખાસ સફળ નહિ રહેલો અભિનેતા જૈકી ભગનાની હવે ફિલ્મો નિર્માણનું કામ કરી રહ્યો છે. રિમેક અને સિકવલના ચલણ વચ્ચે વધુ એક રિમેક બનશે. ૧૯૮૦માં આવેલી સુપરહિટ ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનની રિમેક બનાવવાનું જૈકી ભગનાનીએ નક્કી કર્યુ છે. આ માટે તેને જૂનો ચોપડા સાથે હાથ મીલાવ્યો છે. આ વર્ષના અંતમાં ફિલ્મનું કામ શરૂ થઇ જશે. સ્ક્રિપ્ટ અને કલાકારોની પસંદગીનું કામ શરૂ થઇ ગયું છે. નિર્દેશન કોણ કરશે તે હવે પછી નક્કી થશે. જૈકી ભગનાનીએ કહ્યું હતું કે ફિલ્મનું શુટીંગ અમે આ વર્ષના અંતમાં શરૂ કરી દઇશું. એ પહેલા સ્ટારકાસ્ટ ફાઇનલ કરવાનું કામ શરૂ થશે. આ ફિલ્મમાં હાલના સમય મુજબ નવા ટ્વિસ્ટ રખાશે, મુળ કહાની અગાઉ જેવી જ હશે. જૂનોએ કહ્યું હતું કે અમે વીએફએકસનો સારી રીતે ઉપયોગ કરીશું. મારા પિતા રવિ ચોપડાએ એ વખતે વીએફએકસ માટે લોસ એન્જિલિસ ગયા હતાં. ધ બર્નિંગ ટ્રેનની કહાની નવી સુપર એકસપ્રેસ ટ્રેનની હતી. જે પહેલી સફરમાં રવાના થાય છે અને તેમાં આગ લાગી જાય છે.

(10:16 am IST)