Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

ગાયિકાના રોલમાં જોવા મળશે તારા

છ વર્ષ પહેલા આવેલી ફિલ્મ એક વિલન સુપરહિટ નિવડી હતી. ૨૦૧૪ની આ ફિલ્મની સિકવલ બનાવવની તૈયારી થઇ ગઇ છે. જેમાં જોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂર અને દિશા પટાનીને મુખ્ય ભુમિકા માટે પસંદ કરી લેવામાં આવ્યા છે. હવે સાથે તારા સુતારિયાનું નામ પણ જોડાયું છે. અગાઉની ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, શ્રધ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય રોલમાં હતાં. એકતા કપૂર અને ભુષણ કુમારે એ ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. તારા પણ હવે સિકવલમાં સામેલ થઇ ગઇ છે. તેની જોડી આદિત્ય રોય કપૂર સાથે હશે. તે એક ગાયીકાનો રોલ નિભાવતી જોવા મળશે. ફિલ્મનું શુટીંગ આ વર્ષમાં જ શરૂ થવાનું છે. જેના નિર્દેશનનું કામ મોહિત સૂરીને સોંપવામાં આવ્યું છે. મોહિતે કહ્યું હતું કે તારા સુતારીયા અભિનેત્રી હોવાની સાથોસાથ બાળપણથી જ સંગીતનું જ્ઞાન ધરાવે છે. તારા પાસે એકદમ નવો અન અલગ અવાજ છે. તારાનું આ ફિલ્મમાં પાત્ર પણ ગાયીકાનું છે. આનાથી વધુ નિર્માતાને શું જોઇએ.

(10:15 am IST)