Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કોમેડિયન અલી અસગરની કારને નડ્યો અકસ્માત: માંડ માંડ બચ્યો જીવ

મુંબઈ: નાના પર્દા પર પ્રેક્ષકોને પેટ ભરીને હસાવનારા સ્ટેન્ડિંગ કોમેડિયન અલી અસગર એક અકસ્માતમાં માંડ માંડ બચ્યો છે. તેના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે કે અલી હાલ સુરક્ષિત છે. અકસ્માત બાદ અલીએ તાત્કાલીક ભગવાનનો પાડ માન્યો હતો અને કહ્યુ હતુ કે નક્કી પૂર્વજોના પુન્ય હશે કે હું બચી ગયો. ટીવી ઈન્ડસ્ટ્રીઝના મશહૂર અભિનેતા અલી અસગરનો સોમવારે સવારે એક કાર એક્સીડન્ટ થયો હતો જેમાં તે માંડ માંડ બચ્યો છે. અલી અસગરે ટ્વીટ કરી જાણકારી આપી છે. પણ કહેવામા આવી રહ્યુ છે કે દુર્ઘટનામાં અલીને વધારે લાગ્યું નથી. અલી અસગર સોમવારે ગાડી ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે સિગ્નલ બંધ થતા અલીએ તેની કાર રોકી તો પાછળથી કોઈએ કારને ટક્કર મારી ટક્કર લાગતાજ અલીની કાર સામે ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અલીએ કહ્યું કે દુર્ઘટનાથી હું ડરી ગયો હતો. ઉપરવાળાની મહેરબાની કે હું બચી ગયો હતો, જો ગાડી ચાલતી હોત તો કદાચ હું જીવતો રહ્યો હોત. આસાપાસ લોકો ચાલતા હોત તો ભયંકર અકસ્માત થાત. લોકો આવી રીતે કેમ ગાડી ચલાવે છે જેમાં બીજાનો જીવ જઈ શકે છે. અલીએઁ પોતાના ટ્વીટમાં મુંબઈ પોલીસનો પણ આભાર માન્યો હતો. અલી અસગર કપિલ શર્માના કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં દાદીનો રોલ નિભાવી ચુક્યા છે. શૂટની નીચે શુઝની ફેશન લાવનાર અલી અસગર તેની કોમેડીથી ખુબજ લોકપ્રિય થયા છે. અલી અસગરે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. કપિલ શર્માના શો બાદ અલીએ તેના મિત્ર સુનીલ ગ્રોવર સાથે તેના શો કાનપુર વાલે ખુરાનાઝમાં પણ નજરે ચડ્યો હતો. હાલ અલીએ તમામ કેરેક્ટરોમાંથી બ્રેક લીધેલી છે.

(5:57 pm IST)