Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રુસો બ્રધર્સ સાથે ફરી કામ કરશે હોલીવુડ અભિનેતા ટોમ હોલાન્ડ

મુંબઈ: હોલિવૂડનો મોખરાનો અભિનેતા ટોમ હોલાન્ડ એવેન્જર્સઃ એન્ડગેમના ડાયરેક્ટર્સ રુસો બ્રધર્સ સાથે વધુ એક ફિલ્મ કરવા બાબતની વાતચીત કરી રહ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.જો કે ફિલ્મ માર્વેલની નથી એવી સ્પષ્ટતા પણ અહેવાલમાં કરાઇ હતી. એવેન્જર્સઃ એન્ડગેમ પછી રુસો બ્રધર્સ દ્વારા નિર્દેશિત થનારી પહેલી ફિલ્મ હશે જેનું ટાઇટલ ચેરી નક્કી કરાયું છે.  હોલાન્ડે રુસો બ્રધર્સની છેલ્લી માર્વેલ ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટ વૉરમાં સ્પાઇડર મેનનો રોલ કર્યો હતો. ચેરીમાં ત્રણે ફરી ભેગા થશે. ચેરીની વાર્તા સત્યઘટના પર આધારિત છે. ઇરાકમાં ફરજ બજાવીને પાછા ફરેલા એક અમેરિકી લશ્કરી તબીબને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર તરીકે ઓળખાતી એક મનોવ્યાધિ લાગુ પડી ગઇ હતી જેના પગલે પછી બેંકો લૂંટતા થઇ ગયા હતા. વિશે અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિક ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક સ્ટોરી પ્રગટ થઇ હતી. નીકો વૉકર લિખિત સ્ટોરી પર આધારિત ફિલ્મ બની રહી છેવેરાયટી ડૉટ કોમના અહેવાલ મુજબ નીકો વૉકર બેંક લૂંટતા ઝડપાઇ ગયા હતા અને 2011માં એમને જેલની સજા થઇ હતી.

(5:56 pm IST)