Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ક્રાઇમ પત્રકાર બનશે કૃતિ સેનન

મુંબઇ: અભિનેત્રી કૃતિ સનોન એની આગામી ફિલ્મમાં ક્રાઇમ રિપોર્ટરનો રોલ કરે એવી શક્યતા હોવાની માહિતી મલી હતી. એની આગામી ફિલ્મ છે અર્જુન પતિયાલા. 'યસ, વાત સાચી છે. મને મારા પત્રકાર દોસ્તોએ કહ્યું કે ક્રાઇમ જર્નલિસ્ટ થવાનું સહેલું નથી. એમાં ખૂબ મહેનત કરવી પડે છે અને પછી પણ ગમે ત્યારે તમારા પર જાનનું જોખમ પણ આવી પડતું હોય છે. મારા પાત્રને ન્યાય આપવા મેં પૂર્વતૈયારી રૂ કરી દીધી છે' એમ કૃતિએ કહ્યું હતું. એણે ઉમેર્યું હતું કે ફિલ્મ ઉદ્યોગ એવું સ્થળ છે જ્યાં તમારા પુરુષાર્થની નોંધ ખૂબ વ્યાપકપણે લેવાતી હોય છે. તમારું પાત્ર ઓડિયન્સને ગમે તો તમને રાતોરાત રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ મળી જાય છે. મહેનતાણાં કે અન્ય બાબતોની તુલનો રાષ્ટ્રવ્યાપી ખ્યાતિ વધુ મૂલ્યવાન છે. હું મારા પાત્રને જીવંત કરવા બેસ્ટ પ્રયાસો કરીશ.ઔઆ ઉપરાંત કૃતિ વિશાલ ભારદ્વાજની ફિલ્મ ચૂડિયાંમાં પણ ચમકી રહી છે. એણે કહ્યું કે અત્યારે તો મારી અગ્રતા વિશાલ જેવા પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક સાથે કામ કરવાની છે. એમણે મને સાઇન કરી મારા માટે ગૌરવની વાત છે.

 

 

(3:50 pm IST)