Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

'બાગી-2'નું ત્રીજું સોન્ગ થયું લોન્ચ

મુંબઈ: બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફ તાજેતરમાં પુરજોશમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'બાગી-2'ના શૂટિંગમાં વ્યસ્ત છે.હાલમાં જ આ ફિલ્મનું ત્રીજું સોન્ગ 'લો સફર.....' રિલીઝ થયું છે. આ સોન્ગમાં ટાઇગર પોતાની યાદોમાં ખોવાયેલો નજરે પડે છે.રોની એટલે કે ટાઇગર તે પળોને યાદ કરે છે જે તેને નેહા એટલે કે દિશા સાથે પસાર કર્યા છે. 2.15 મિનિટનું આ સોન્ગ છે. આ સૉન્ગને કમ્પોઝ મિથુને કર્યું છે. તેના શબ્દો સઈદ કાદરીના છે. સોન્ગમાં અવાજ જુબિન નોટિયાલનો છે. ફિલ્મ 30 માર્ચમાં રિલીઝ થવાની છે.

(3:49 pm IST)