Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

એન્ટરટેઇનર ઑફ ધી યરનો એવોર્ડથી દીપિકા પાદુકોણનું સન્માન

મુંબઇ: અભિનેત્રી દીપિકા પાદુકોણને એન્ટરટેઇનર ઑફ ધી યરનો એવોર્ડ અપાયો હોવાની માહિતી મલી હતી. એણે તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ પદ્માવતમાં કરેલા અભિનયની આ રીતે કદર કરવામાં આવી હતી. ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ પદ્માવતમાં દીપિકાએ રાજપૂત રાણી પદ્માવતીનો રોલ અદ્વિતીય રીતે પ્રસ્તુત કર્યો હતો અને એમાંય એણે ઘુમર ડાન્સ દ્વારા પોતાના અભિનય તેમજ નૃત્યક્ષમતાની લાખ્ખો દર્શકોને પ્રતીતિ કરાવી હતી. આ ફિલ્મ બની રહી હતી ત્યારે એમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા છે એવા કહેવાતા આક્ષેપ બદલ પોતાને રજપૂત સમાજની પ્રતિનિધિ ગણાવતી એક કરણી સેનાએ હિંસક દેખાવો કર્યા હતા અને ભણસાલી તેમજ દીપિકા પર હિંસક હુમલા કરવાની પણ ધમકી આપી હતી. પોલીસે આ બંને કલાકારોને રક્ષણ પૂરું પાડયું હતું. જો કે પોતાને મળેલી ધમકીથી દીપિકા જરાય ડરી નહોતી અને એણે સ્વસ્થતાથી પોતાનું કામ કર્યુ ંહતું. ફિલ્મ જોનારા તમામ દર્શકોએ એકી અવાજે દીપિકાના અભિનયને બિરદાવ્યો હતો અને પદ્માવતી તરીકે એ સૌથી શ્રેષ્ઠ અદાકાર હતી એવું પણ એની પ્રશંસામાં કહેવાયું હતું. એને મળેલા એન્ટરટેઇનર ઑફ ધી યર એવોર્ડને સૌએ એકી અવાજે આવકાર્યો હતો.

 

 

(3:49 pm IST)
  • ઈન્ડિગોએ તેની ૩૨૦ એરબસના ૯ વિમાનો ઉડ્ડયનમાંથી દૂર કર્યાઃ ૪૭ ફલાઈટો રદ થઈઃ અમદાવાદથી લખનૌ જતા પ્લેનનું એન્જીન હવામાં બંધ થઈ જતા : ઈન્ડિગો અને ગો-એર પાસે એ-૩૨૦ નીયો સિરીઝના ૧૧ વિમાનોઃ હવે આ બધા વિમાનમાં નવા એન્જીન લગાડાશેઃ ઉડાન ભર્યા પછી અથવા હવામાં એન્જીનો એની મેળે બંધ થઈ જતા હતા access_time 11:28 am IST

  • મે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે! સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST

  • ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST