Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

'ઓમર્તા'નું પોસ્ટર રિલીઝ: રાજકુમાર રાવનો જોવા મળ્યો કંઈક આવ્યો લૂક

મુંબઈ: પોતાના અલગ અલગ અભિનયથી લોકોને દીવાના કરનાર બૉલીવુડ એકટર રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'ઓમર્તા'નું નવું પોસ્ટર રિલીઝ થયું છે. પોસ્ટરમાં રાજકુમાર નમાજ અદા કરતો નજરે પડે છે. અને તેને કોઈએ ગન પોઇન્ટ પર રાખ્યો છે.રાજકુમાર આ ફિલ્મમાં આતંકવાદી અહમદ ઉંમર સઈદ શેખનો રોલ કરી રહ્યો છે. પોસ્ટરમાં લખ્યું છે કે કોડ ઓફ સાયલેન્સ, તેમજ આ પોસ્ટરમાં ટેરર, ટેરરિસ્ટ,ડેફીનિશન,સાઇકોલોજી જેવા શબ્દો લખ્યા છે. બે દિવસ પછી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નિર્દેશક હંસલ મેહતા સાથે રાજકુમાર રાવની આ ચોથી ફિલ્મ છે જે 20 એપ્રિલના ઝિણીમાંઘરોમાં રિલીઝ થશે.

(3:48 pm IST)