Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

બે નવા કલાકારોને લઇને બનાવાશે 'દિલ અગેઇન'

ઇન્દ્ર કુમાર દિલ, બેટા, ઇશ્ક સહિતની ફિલ્મો પછી કોમેડી જોનર તરફ વળ્યા છે. તેની ટોટલ ધમાલ રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યાં હવે તે એક સમયની સુપરહિટ ફિલ્મ 'દિલ'ની રિમેક બનાવવા તૈયાર છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાઇ ચુકી છે. આમિર ખાન અને માધુરી દિક્ષીતની દિલ ફિલ્મે એ વખતે યુવાહૈયાઓમાં ધમાલ મચાવી દીધી હતી. ઇન્દ્રએ કહ્યું હતું કે હું લાંબા સમયથી દિલની રિમેકનું પ્લાનીંગ કરી રહ્યો હતો. આ ફિલ્મનું નામ દિલ અગેઇન રાખ્યું છે.

આમિર અને માધુરી નહિ પણ નવા કલાકારોને આ ફિલ્મમાં તક અપાશે. હીરો-હિરોઇનની પસંદ હવે થશે. ટોટલ ધમાલ રિલીઝ થયા પછી તુરત જ ઇન્દ્ર કુમાર દિલ અગેઇનનું કામ હાથ પર લેવાના છે.

(9:38 am IST)