Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

એક વિડીયો જોઇને ફિલ્મ કરવા તૈયાર થયો રણવીરસિંહ

આવતી કાલે વેલેન્ટાઇન ડેના દિવસે ફિલ્મ ગલ્લી બોય રિલીઝ થઇ રહી છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ ફિલ્મમાં કામ કરવા કેમ તૈયાર થયો? તે અંગે રણવીરસિંહે કહ્યું હતું કે પહેલી વખત મને એક ગીત 'મેરી ગલી મેં'નો વિડીયો બતાવાયો હતો. આ ગીતને મુંબઇની ગલીઓના બે રેપર ડિવાઇન અને નેજી દ્વારા તૈયાર કરાયું હતું. મેં જ્યારે આ ગીત નિહાળ્યું, સાંભળ્યું તો તેમાં અંદર એટલો ડુબી ગયો કે મેં તુરત જ આ ફિલ્મ કરવાની જોયાને હા પાડી દીધી હતી. રણવીર સિંહ આ ફિલ્મમાં એક રૈપરની ભૂમિકા નિભાવી રહ્યો છે. જે ઝૂપડપટ્ટીમાં રહીને પણ કરી રીતે રૈપ સોંગમાં માહેર બને છે તેની કહાની છે. રણવીરે કહ્યું હતું કે પહેલા જોયાને હું આ રોલ યોગ્ય રીતે નિભાવીશ કે નહિ તેની ખબર નહોતી. પણ સ્ટુડિયોમાં મેં પહેલુ રૈપ સોંગ રજૂ કરતાં જ બધુ પરફેકટ થઇ ગયું હતું.

(9:38 am IST)