Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર રમેશ સિપ્પીને ફિલ્મ ઉદ્યોગના પહેલા શૉ મેન રાજ કપૂર પુરસ્કાર આપવામાં આવશે. શોલે, અંદાજ, સીતા ઓર ગીતા, શાન, શક્તિ અને સાગર જેવી સુપેહીત ફિલ્મો બનાવનાર રમેશ સિપ્પીને પહેલો રાજ કપૂર એવૉર્ડ ફોર ઍક્સીલેન્સ ઈન સિનેમા' પ્રદાન કરવામાં આવશે.

(4:59 pm IST)
  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • શ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST

  • પત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST