Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ફિલ્મ ‘ઠાકરે’નુ ગીત ‘આયા રે આયા રે સબકા બાપ રે, કહેતે હૈ ઇસકો… ઠાકરે’ રીલીઝ

બાલાસાહેબ ઠાકરેના રૂપમાં નવાઝુદીન સિદ્દીકીનો દમદાર રૂપ ;ટ્વીટર પર વિડિઓ કર્યો શેર

 

મુંબઈ :શિવસેનાના દિવંગત નેતા બાલાસાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મઠાકરેનુ ગીતઆયા રે આયા રે સબકા બાપ રે, કહેતે હૈ ઇસકોઠાકરેરીલીઝ થયુ છે. ગીતમાં બાલાસાહેબ ઠાકરેના રૂપમાં નવાઝુદ્દીન સિદ્દીકીનુ દમદાર રૂપ જોવાયુ  છે. તેમણે ટ્વિટર પર ગીતનો વીડિયો પણ શેર કર્યો છે.

   ગીતના માધ્યમથી બાલા સાહેબ ઠાકરેની જનતા સાથેની લોકપ્રિયતાને દર્શાવવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગીતને રીલીઝ કર્યુ છે. મ્યૂઝિક રીલીઝ દરમ્યાન કાર્યક્રમ સ્થળ પર શિવાજી અને બાલાસાહેબ ઠાકરેનું વિશાળ ચિત્ર લગાવવામાં આવ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ શિવસેના સાંસદ સંજય રાઉતે લખી છે. એટલું નહીં, તેઓ પોતે ફિલ્મના નિર્માતા પણ છે.

   બાલાસાહેબ ઠાકરેના રૂપમાં નવાઝુદ્દીન સિદ્દીકી પ્રતિત થઇ રહ્યાં છે, તો મીનાતાઈ ઠાકરે એટલેકે તેમની પત્નીના રોલમાં અમૃતા રાવ દેખાઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોની સામે પ્રથમ આવ્યું છે. ટ્રેલરને ઠાકરેનો ચાહક વર્ગ ઘણો પસંદ કરી રહ્યો છે.

(12:15 am IST)
  • ટ્રેનના ડબ્બાના ગેટ પર લગાવેલ લીલી બત્તી બતાવશે કે હવે ટ્રેન ઉપડવાની છે :મુંબઈની લોકલ ટ્રેનોમાં ચડતી વેળાએ કોઈ યાત્રી દુર્ઘટનાનો શિકાર ના બને એટલા માટે નવો આઈડિયા અપનાવ્યો ;ટ્રેનના ડબ્બાના ગેટ પર લીલી બત્તીથી મુસાફરોને ટ્રેન ઉપડવાનો આપશે સંકેત access_time 1:37 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST

  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST