Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ફિલ્મ ‘Zero’નું વધુ એક સોન્ગ થયું રિલીઝ : કેટરીના કૈફનો હોટ અંદાજ;શાહરૂખે કર્યું શેર

મુંબઈ :શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો વર્ષ 2018માં ક્રિસમસ વીક પર રીલિઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાનના બર્થડે પર ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું હતું. હવે ફિલ્મનું નવું ગીત રીલિઝ થયું છે.

 સોન્ગનું નામ હુસ્ન પરચમ છે અને તે એક આઈટમ સોન્ગ છે. આમિક ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બાદ એક વખત ફરી દર્શકોને કેટરીના કેફનો બોલ્ડ અંદાજ જોવા મળશે. અલગ અલગ કોસ્ટ્યુમાં કરવામાં આવેલા આ સોન્ગમાં કેટરીનાને ગ્લેમરસ લુકમાં જોવિ દર્શકોને ખૂબ પસંદ આવશે

 આ ફિલ્મમાં શાહરૂખ ખાન બઉઆ સિંહ નામના એક ઠીંગણાનું પાત્ર ભજવી રહ્યો છે. શાહરૂખે ટ્વિટર પર ફિલ્મના નવા સોન્ગને શેર કર્યુ છે

(10:34 pm IST)