Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

નેહા કક્ક્ડ અને હિમાંશુ કોહલી વચ્ચે બ્રેકઅપ

મુંબઈ:જાણીતી સિંગર નેહા કક્કડની પર્સનલ લાઇફ ફરી છાપે ચડી છે. ઈન્ડિયન આયડલ શોમાં જ્યારે નેહા અને યારિયાં ફેમ અભિનેતા હિમાંશ કોહલીએ પ્રેમનો એકરાર કર્યો ત્યારે લાગ્યું હતું કે પ્રેમની સિઝન પુરબહારમાં ખીલી છે. શોમાં આવેલા હિમાંશે બધાની સામે નેહાને સરપ્રાઇઝ આપતા પ્રેમની કબુલાત કરી હતી. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટોગ્રાફ્સે પણ બંનેનો પ્રેમ ઝળકી રહ્યો હતો. પરંતુ હવે લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવતો દેખાઈ રહ્યો છે. આમ કહેવાનું કારણ એટલું કે નેહા અને હિમાંશે એક બીજાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનફોલો કર્યું છે. એના પરથી સાબિત થાય છે કે બંને વચ્ચે તિરાડ પડી છે.

(5:57 pm IST)