Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

વીર દાસનું કહેવું 'કોમેડિયન પાસે વધારે વિકલ્પ હોતા નથી'

મુંબઇ:  કોમેડિયન વીર દાસે કહ્યું હતું કે કોમેડિયનો પાસે ઝાઝા વિકલ્પો હોતાં નથી. કાં તો સરસ કોમેડી કરે અથવા વેઠ ઊતારે એટલે કે નબળી કોમેડી કરે.'હું આ વાતને આ રીતે રજૂ કરું છું. કોમેડિયનો પાસે ફક્ત બે વિકલ્પો હોય છે ગૂડ ઓર બેડ. બીજા વિકલ્પો કેામેડીમાં હોતાં નથી. એટલે અન્ય કલાકારો કરતાં કોમેડિયનોએ વધુ મહેનત કરવી પડે અને જરાય કૃત્રિમ થયા વિના ઓડિયન્સને હસાવવાની સામગ્રી શોધતાં રહેવું પડે' એમ વીર દાસે કહ્યું હતું. હાલ એ પોતાના અભિનયના પ્રવાસે છે. ફ્રાન્સના રિજેન્ટ થિયેટરમાં એણે રજૂ કરેલા કોમેડી શો લૂઝિંગ ઇટની રજૂઆત માટે હાલ એ લગભગ વિશ્વ પ્રવાસ કરી રહ્યો છે એમ કહીએ તો ચાલે. ઉપરાંત એ એબીસી માટે વ્હીસ્કી કેવેલિયર નામના શોનું શૂટિંગ પણ કરી રહ્યો છે.વીરે કહ્યું કે હું છેલ્લાં દસ વર્ષથી એક જ સ્થળે હતો. ત્યારબાદ મને થયું કે હવે મારે મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી જવું જોઇએ નહીંતર બંધિયાર પાણી જેવો થઇ જઇશ. એટલે મેં કમ્ફર્ટ ઝોન છોડયો અને નવું સાહસ કર્યું. મને એક રસપ્રદ અનુભવ થયો કે તમે સાવ અજાણ્યા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે હો અને ઘરની યાદ આવે એને તમે કોમેડી શોમાં જુદી રીતે રજૂ કરીને ઓડિયન્સને આનંદનો અનુભવ કરાવો. આ અનુભવ મારા માટે પણ સાવ નવો હતો.એબ્રોડ અન્ડરસ્ટેન્ડિંગ મારો પ્રાથમિક શો હતો જ્યારે લૂઝિંગ ઇટ સમાજના વિવિધ તબક્કાનું પ્રતિબિંબ છે. એમાં પોલિટિક્સ પણ છે, સ્પોર્ટ પણ છે, ક્રાઇમ પણ છે, ઘણું બધું છે.

(5:55 pm IST)