Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

એકશન થ્રિલર માટે ખાસ ભાષા શીખશે ટાઇગર

ટાઇગર શ્રોફની જે ફિલ્મો બની રહી છે અને આવી રહી છે તેમાં ગણપત પણ સામેલ છે. આ ફિલ્મનું ટીઝર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જે જોતાં ફિલ્મ ૨૦૨૨માં આવશે તેવું લાગે છે. પોસ્ટરમાં પાર્ટ-૧ પણ લખ્યું હોઇ ફિલ્મ બે ભાગમાં હશે તેવો અંદાજો પણ લગાવી શકાય છે.  ફિલ્મના નિર્દેશનનું કામ વિકાસ બહેલને સોંપવામાં આવ્યું છે. એકશન થ્રિલર જોનરની આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, દિપશીખા દેશમુખ, વિકાસ બહેલ અને જૈકી ભગનાની કરી રહ્યા છે. ફિલ્મનું શુટીંગ ૨૦૨૧ના મધ્ય ભાગમાં શરૂ થઇ જશે. મુંબઇમાં રહેતાં એક છોકરાની કહાની છે. આ પાત્રને ન્યાય આપવા ટાઇગર મુંબઇયા ભાષા બોલતા શીખી રહ્યો છે. ટાઇગરે કહ્યું હતું કે આ ફિલ્મમાં જે રોલ નિભાવી રહ્યો છું તે તદ્દન અલગ છે. જૈકી ભગનાનીએ કહ્યું હતું કે ટાઇગરમાં ભરપુર ટેલેન્ટ છે. તે ગ્લોબલ સ્ટાર છે. હીરોપંતી-૨, બાગી-૪નું કામ પુરૂ કર્યા પછી ગણપતનું કામ શરૂ થશે. નુપર સેનન અને નોરા ફતેહીના હિરોઇન તરીકે છે.

(10:59 am IST)