Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અસલી જિંદગીમાં અલગ જ છે શ્રધ્ધા

ટીવી શો કુંડલી ભાગ્યમાં પ્રિતાનો રોલ નિભાવી રાતો રાત ઘર ઘરમાં જાણીતી બની ગયેલી અભિનેત્રી શ્રધ્ધા આર્યા પોતાની અસલી જિંદગીમાં તદ્દન અલગ છે. તે ખુબ જ સ્ટાઇલીશ અને બોલ્ડ છે. તેના ઇંસ્ટાગ્રામ પર અવાર-નવાર આગ લગાડતી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. કયારેક બિકીનીમાં તો કયારેક બીજા હોટ ડ્રેસીસ સાથેની તેની તસ્વીરો ચાહકોને પાગલ કરી દે છે. ટીવી શોમાં સરસ સીધી સાદી વહુની ભુમિકા નિભાવતી શ્રધ્ધાની અસલી જિંદગીમાં ખુબ જ બિન્દાસ્ત છે. સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ટીવી પરદે આવેલી શ્રધધાએ  કુંડલી ભાગ્ય પહેલા મૈં લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી અને ડ્રીમ ગર્લ જેવા શો કર્યા હતાં. પરંતુ કુંડલી ભાગ્યએ તેને ઓળખ આપી છે. શ્રધ્ધાની રિલ લાઇફ અને રિલય લાઇફ ઇમેજ તદ્દન અલગ છે.  વર્ષ ૨૦૦૪થી શ્રધ્ધાએ કારકિર્દી શરૂ કરીહતી. તેણે પ્રારંભે મોડેલીંગ પણ કર્યુ હતું. હોટ અને બોલ્ડ લૂક માટે જાણીતી શ્રધ્ધા નવી દિલ્હીમાં જન્મેલી છે. ઇકોનોમીમાં માસ્ટર ઓફ આર્ટસનો અભ્યાસ તેણે કર્યો છે.

 

(10:59 am IST)